/connect-gujarat/media/post_banners/c18ef4db2ef1c987f5dfed5fa1752bd90b032da2c9a7103ab434d7f17e46d37e.jpg)
ભરૂચ તાલુકાના વરેડીયા ગામે આવેલી બ્રીગુ ફૂડ્સ કંપનીમાં ૨૫૦થી વધુ કામદારો કામ કરી રહ્યા છે પરંતુ વેતન ઓછું અપાતું હોવાના આક્ષેપ સાથે કામદારો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના વરેડીયા ગામ પાસે આવેલી બ્રિગુ ફૂડ્સ કંપનીના ગેટ ઉપર કામદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો કામદારોએ સમાન કામ સમાન વેતનની માંગ સાથે આંદોલનનું રણસિંગું ફૂંક્યું હતું અને પગાર વધારાની માંગ ઉઠાવી હતી બીજા દિવસે કામદારો ફરજ ઉપર જતા તેઓને પરત મોકલ્યા હતા ત્યારે આજરોજ કામદારો દ્વારા ભરુચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.કામદારોએ કંપની સામે પગલા ભરવાની માંગ સાથે તેઓને ફરજ પર પરત લેવામાં આવે એ સહિતની રજૂઆત કલેક્ટર સમક્ષ કરી હતી.