/connect-gujarat/media/post_banners/7594c9f6058c37660d4d8db94cc6480cf27d848ed42dac92cec1dfa2c180bace.webp)
અંકલેશ્વર-રાજપીપળા રોડ આવેલ સારંગપુર ગામ સ્થિત યોગેશ્વરનગર સોસાયટીમાં યુવાને અગમ્ય કારણોસર પંખા સાથે દોરી વડે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના સારંગપુર ગામની યોગેશ્વરનગર સોસાયટીમાં રહેતો ૨૧ વર્ષીય સુખદેવસીંગ ઉર્ફે દેવીસીંગ પ્રતાપસીંગ સિકલીગર ગતરોજ પોતાના ઘરે એકલો હતો તે સમયે તેણે અગમ્ય કારણોસર પંખા સાથે દોરી વડે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો.આ અંગેની જાણ પરિવારજનોને માલુમ પડતા તેને નીચે ઉતારી બેભાન હાલતમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.