Connect Gujarat
ભરૂચ

વડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું કનેકશન આવ્યું સામે, વાગરાની આ કંપનીમાં તૈયાર થતું હતુ ડ્રગ્સ

ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખા ખાતે તૈયાર કરી તેને મોક્સી ગામ ખાતેની ફેક્ટરીમા લાવી તેને સુકવી તેને પ્રોસેસ કરી ચોખ્ખો મેફેડ્રોન એમ.ડી. તૈયાર કરતા હતા

વડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું કનેકશન આવ્યું સામે, વાગરાની આ કંપનીમાં તૈયાર થતું હતુ ડ્રગ્સ
X

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાંથી કેમીકલ ફેક્ટરીની આડમાં બનતો 225 કિલોગ્રામ અંદાજીત રૂ.1125 કરોડની કિંમતનો મેફેડ્રોન (MD)નો જથ્થો ગુજરાત ATS એ મંગળવારે ઝડપી પાડ્યું હતું. ગુજરાત એ.ટી.એસ.ના DIG દીપન ભદ્રન નાઓને એ.સી.પી. ક્રાઇમ બ્રાંચ સુરત શહેર બી.પી. રોજીયા નાઓએ બાતમી મળી હતી. મહેશ ધોરાજી તથા દિનેશ જામનગર નામના માણસો બરોડા અને આણંદની વચ્ચે કોઇ ફેકટરીમા માદક પદાર્થ મેફેડ્રોન બનાવી વેચાણ કરે છે.

ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પટેલ તથા પો.ઇન્સ. જે.એમ.પટેલ તથા પો.ઇન્સ. બી.એચ.કોરોટ તથા અન્ય પોલીસ અધિકારીઓની ટીમે તપાસ તપાસ કરી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી ગોપાલભાઇ વૈષ્ણવ સુરત વરાછા તથા તેના ભાગીદાર પિયુશભાઇ પટેલ રહે. વડોદરા નાઓને શોધી કાઢી તેઓની પુછપરછ શરૂ કરી હતી. ભરૂચ જિલ્લાના વાગરાના સાયખાની વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી ના ભાગીદારો રાકેશ નરસિંહભાઇ મકાની, વિજય ઓધવજી વસોયા અને દિલીપ વસોયા રહે.

અંકલેશ્વરના મારફતે મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરાવેલ છે.હાલમાં તેઓની વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની મોક્સી ગામની સીમમા આવેલ સર્વે નંબર 307 ની જમીનમાં આવેલ નેક્ટર કેમ નામની ફેક્ટરીમાં મેફેડ્રોનનો જથ્થો પડેલ છે. જે માહીતી આધારે એ.ટી.એસ.ના અધીકારીઓએ તથા કર્મચારીઓ તથા વડોદરા જિલ્લા એસ.ઓ.જી.ના અધિકારી તથા કર્મચારીઓએ મોક્સી ગામ ખાતે નેક્ટર કેમ નામની ફેક્ટરીમાં રેડ કરી સર્ચ - ઓપરેશન હાથ ધરતા ફેક્ટરીમાંથી મીણીયાની 12 થેલીઓમાં ભરેલ કુલ 225.053 કિલોગ્રામ મેફેડ્રોન (M.D.) કિં રૂ.1125.265 કરોડનો તથા મેફેડ્રોનના વેચાણમાંથી મેળવેલ રોકડ નાણા રૂ.14,00,000 મળી આવતા કબ્જે કર્યા હતા.

આરોપીઓ વિરૂધ્ધ એ.ટી.એસ. પો.સ્ટે.માં ગુનો દાખલ કરેલ અને આ ગુનાની તપાસ દરમ્યાન પકડાયેલ બન્ને આરોપીઓની પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તેઓના મેફેડ્રોનના ધંધામા રાકેશ નરસિંહભાઇ મકાની (વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખાના ભાગીદાર), વિજય ઓધવજી વસોયા (વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખાના ભાગીદાર) અને દિલીપ લાલજીભાઇ વઘાસીયા ભાગીદાર છે.

આ મેફેડ્રોન લીક્વીડ ફોર્મમા વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખા ખાતે તૈયાર કરી તેને મોક્સી ગામ ખાતેની ફેક્ટરીમા લાવી તેને સુકવી તેને પ્રોસેસ કરી ચોખ્ખો મેફેડ્રોન એમ.ડી. તૈયાર કરતા હતા અને દિનેશ આલાભાઇ ધ્રુવ રહે. જામનગર તથા ઇબ્રાહિમ હુસેન ઓડીયા રહે. મુંબઇ તથા તેના દિકરા બાબા ઇબ્રાહિમ ઓડીયા તથા રાત્થાનના એક માણસને આપેલ છે.

Next Story