Connect Gujarat
ભરૂચ

ગણેશ મહોત્સવ દરમ્યાન ચારધામની યાત્રા ભરૂચમાં જ બનશે શક્ય !,જુઓ ક્યાં ક્યાં 4 ધામની પ્રતિકૃતિનું કરાયું નિર્માણ

હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે

X

હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે

હિન્દૂ ધર્મની અનન્ય આસ્થાના પ્રતિક એવી ચારધામ યાત્રાએ સૌ કોઈ જઈ શકાતું નથી, ત્યારે વડીલો અને બાળકો પણ આ યાત્રાનો ભરૂચમાં જ લાભ લે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ મહોત્સવ દરમ્યાન અલગ અલગ ડેકોરેશન કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહયો છે ત્યારે શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા ચારધામ યાત્રાની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. સૌ પ્રથમ વાત કરીયે દેવાધિદેવ મહાદેવના કેદારનાથધામની. તો ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ અંબિકા નગર સોસાયટી ખાતે અંબિકા યંગસ્ટર નામના યુવક મંડળ દ્વારા કેદારનાથ ધામની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાબા કેદારનાથનું એજ શિવલિંગ એ જ પહાડોની ગિરિમાળાનો આભાસ કરાવતી પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ગણેશજી બાબા કેદારનાથની આધાર્ધ્ના કરતાં હોય એ પ્રકારનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે જેના ધર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે

બાબા કેદારનાથના દર્શન બાદ બદ્રીનાથના દર્શનનો પણ અનન્ય મહિમા છે ત્યારે ભરૂચની પંચવટી સોસાયટીમાં આવેલ પંચવટી યુવક મંડળ દ્વાર બદ્રીનાથની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચારધામમાં સમાવિસ્ટ બદ્રીનાથનું જે પ્રકારનું મંદિર છે એ જ પ્રકારનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે જેના દર્શનનો લોકો લાભ લઈ રહ્યા છે

હવે વાત કરીયે યમુનોત્રી ધામની તો... ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલ દેવદર્શન ફ્લેટમાં ગણેશ ભક્ત મીરલ રાણા દ્વારા યમુનોત્રી ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં યમુના માતાનું મંદિર અને સૂર્યકુંડ સહિતની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જ્યાં લોકો યમુનોત્રી ધામનો અહેસાસ કરી રહ્યા છે

અંતમાં વાત કરીયે ગંગોત્રી ધામની તો ભરૂચના અયોધ્યા નગરમાં આવેલ યુવા શક્તિ મંડળ દ્વારા ગંગોત્રી ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગંગા અવતરણનું દ્રશ્ય તેમજ મંદિર અને ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જેના દર્શનનો ભાવિક ભકતો લાભ લઈ રહ્યા છે

Next Story