માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે થીમ સોંગ લોન્ચ કરાયું

ભરૂચ વહીવટીની માય લેવીબલ ભરૂચ અભિયાન, થીમ સોંગની લોંચીગ સેરેમની યોજાય

New Update
માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે થીમ સોંગ લોન્ચ કરાયું

.ભરૂચ વહીવટી તંત્ર,નગરપાલિકા, રોટરી કલબ, અને ઈનર વ્હીલ ક્લબ દ્વારા સ્વચ્છતા અંગેનો સહિયારો પ્રોજેકટ માય લિવેબલ ભરૂચ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત આજરોજ થીમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું હતું

Advertisment

ભરૂચને સ્વચ્છ બનાવવા અંગેનાં પ્રોજેક્ટમાં ભરૂચ નગપાલિકા, રોટરી કલબ તેમજ ઈનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા સહિયારા પ્રયાસ કરવામાં આવી રહયાં છે જે અંતર્ગત ભરૂચ નગર લોકો માટે વધુ સારું રહેવા લાયક નગર બને તે માટે સહિયારા પ્રયાસો થઈ રહ્યાં છે.ભરૂચ નગપાલિકા, રોટરી ક્લબ અને ઈનર વ્હીલ ક્લબ ભરૂચનાં સહિયારા પ્રયાસો દ્વારા ભરૂચ નગરને વધૂ સુંદર બનાવવાનાં તમામ પ્રયાસો કરવામાં આવી રહયાં છે. જેનાં ભાગ રૂપે માય લિવેબલ ભરૂચ સોંગનુ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ અંગે યોજાયેલ કાર્યક્રમમા કલેકટર તુષાર સુમેરા, ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ અમીત ચાવડા તેમજ વિવિઘ કલબના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહયા હતા

Advertisment