અજાણ્યા મહિલા અને પુરુષના મૃતદેહ મળી આવ્યા, ભરૂચના ઝાડેશ્વર નર્મદા નદીમાંથી
કેબલ બ્રિજ નીચેથી અજાણ્યા મહિલા અને પુરુષની લાશ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી
BY Connect Gujarat Desk18 March 2023 4:47 PM GMT

X
Connect Gujarat Desk18 March 2023 4:47 PM GMT
ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદીમાંથી અવારનવાર મૃતદેહો મળી આવતા હોય છે ત્યારે ફરી એકવાર કેબલ બ્રિજ નીચેથી અજાણ્યા મહિલા અને પુરુષની લાશ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.અજાણ્યા મહિલા અને પુરુષની લાશ મળવાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી અજાણ્યા મહિલા અને પુરુષની લાશને નદીમાંથી બહાર કાઢી મૃતદેહનો કબજો મેળવી આગળની તજવીજ હાથ ધરી..
Next Story