Connect Gujarat
ભરૂચ

ભરૂચ-અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખોની વરણી, આગેવાનો દ્વારા પાઠવાય શુભકામના

ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખના નામની જાહેર રાત કરવામાં આવી છે

X

ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખના નામની જાહેર રાત કરવામાં આવી છે તો સાથે જ ચાર નગર પાલિકાના નવ નિયુક્ત પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે

ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાંસદિયા પર પસંદગીનો કળશ ઢોળાયો છે તો આ તરફ ભરૂચ તા.પંચાયત- પ્રમુખ કૌશિક પટેલ,અંકલેશ્વર તા.પંચાયત-પ્રમુખ પુષ્પા પટેલ,હાંસોટ તા.પંચાયત-પ્રમુખ સંગીતા સોલંકી,વાલિયા તા.પંચાયત-પ્રમુખ સિતાબહેન વસાવા,વાગરા તા.પંચાયત-પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા,જંબુસર તા.પંચાયત-પ્રમુખ નિતિન પટેલ,નેત્રંગ તા.પંચાયત-પ્રમુખ વસુધા વસાવા,ઝઘડીયા તા.પંચાયત-પ્રમુખ જયેન્દ્ર વસાવા અને આમોદ તા.પંચાયત-પ્રમુખ તરીકે હેમલતા પરમારની વરણી કરવામાં આવી છે.આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા જ્ઞાતિવાદી સમીકરણોના આધારે પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષોની વરણી કરવામાં આવી છે.

તો આ તરફ ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ તરીકે વિભૂતિ યાદવ,અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ તરીકે લલિતા રાજપુરોહિતની વરણી કરવામાં આવી હતી.જંબુસર નગર પાલિકાના પ્રમુખ તરીકે અમીષા શાહ તો આમોદ નગર પાલિકાના પ્રમુખ તરીકે જ્લ્પા પટેલની વરણી કરવામાં આવી હતી.નવ નિયુક્ત પદાધિકારીઓને શુભેરછા પાઠવવામાં આવી હતી.

Next Story