/connect-gujarat/media/post_banners/97b46282ddb7e4ed66d2f425c7aa0f09efb31bda05d5939596685dc03a3e4165.jpg)
આગામી તા. 4 જૂનના રોજ કરવામાં આવશે મતગણતરી
પોલિટેકનિક કોલેજ-સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે EVM
EVM બરાબર સચવાય છે કે, નહીં તે માટે આયોજન કરાયું
સ્ટ્રોંગરૂમથી 100 મીટર દૂર ગોઠવાયા AAPના પ્રતિનિધિઓ
તંત્ર દ્વારા પ્રતિનિધિઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી
લોકસભાની ચૂંટણીમાં કોને કેટલી સીટો મળશે એ અંગે દાવા તો ઘણા લોકો કરે છે, પણ સચોટ આંકડો કોણ આપશે..? જવાબ છે EVM..!, ત્યારે ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલ EVM બરાબર સચવાય છે કે, નહીં તે જોવા માટે રાજકીય પક્ષના કાર્યકરો નજર રાખી રહ્યા છે.
આગામી તા. 4 જૂનના સુધી EVM બરાબર સચવાય છે કે, નહીં તે જોવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખાસ રણનીતિ ઘડી છે. જે બેઠકો આપ-કોંગ્રેસ જીતી શકે તેમ છે, તેવી બેઠકોના EVM જ્યાં રાખવામાં આવ્યાં છે, ત્યાં દિવસ-રાત, 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. જેમ કોઈ કોર્પોરેટ ઓફિસમાં શિફ્ટમાં કર્મચારીઓ કામ કરે છે, તેવી જ રીતે રાજકીય પક્ષોના કાર્યકરો ડ્યૂટી પર લાગી ગયા છે. હાલમાં ભરૂચ લોકસભાના EVM મશીન પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં અર્ધલશ્કરી દળો સહિત સુરક્ષા ટીમોના બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાથી સજજ સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે,
જ્યાં લિમિટેડ એરિયામાં કોઈને એક્સેસ નથી. ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના EVM રાખવામાં આવ્યા છે. એટલે રૂમના ફૂટેજ એક જ જગ્યાએ એક ટીવીના માધ્યમથી બતાડવામાં આવી રહ્યા છે. સ્ટ્રોંગરૂમથી લગભગ 100 મીટર દૂર આ વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી છે. અહીં ફક્ત રાજકીય પક્ષના સત્તાવાર પ્રતિનિધિઓને જ બેસવાની, પીવાના પાણી અને કુલર સહિતની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા પક્ષના લોકો માટે કરવામાં આવી છે, તે એક સરાહનીય કાર્ય છે. આ કંટ્રોલરૂમ દ્વારા અમે સ્ટ્રોંગ રૂમના સુરક્ષાના દ્રશ્ય બહાર બેસીને જોઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરક્ષણ કરી શકીએ છીએ.