Connect Gujarat
ભરૂચ

વહીવટી તંત્રના માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત યોજાયો હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ,શહેરીજનોએ માણી મજા

ભરૂચમાં માય લિવેબલ ભરૂચ અંતર્ગત ફરી હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

X

ભરૂચમાં માય લિવેબલ ભરૂચ અંતર્ગત ફરી હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

ભરુચ વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ ભરુચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનો હેતુ શહેરના હેપ્પીનેસ ઇન્ડેક્ષને સુધારવાનો છે. આ પહેલ સંપૂર્ણ રીતે CSR અને સ્વયં પ્રેરિત લોકભાગીદારી પર આધારિત છે. જે અંતર્ગત આજરોજ ભરૂચના માતરિયા તળાવ ખાતે હેપ્પી સ્ટ્રીટ નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 16 થી વધુ એક્ટિવિટીઓનો સમાવેશ કરાયો હતો. હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમમાં ગ્રુપ , ફોલ્ક , ટ્રાયબલ ડાન્સ , સોલો ડાન્સ ,ક્લાસિકલ ડાન્સ , સોલો સિગિંગ , પોએટ્રી , શાયરી , સ્ટેન્ડ અપ કોમેડી , મિમિક્રી , લાઈવ પેન્ટીંગ , ફોટોગ્રાફી અને રિલ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ તેઓના પરિવાર સાથે જોડાયા હતા.આ પ્રસંગે મતદાન જાગૃતિ અને ભરૂચની ઓળખ સમાન સૂજનીનું પ્રદર્શન પણ યોજાયું

Next Story