/connect-gujarat/media/post_banners/9ce7bd8b9f04bc4f8f36e5364aea91b1d54b361631085dde3d80e399fc432da8.jpg)
ભરૂચ અને અંકલેશ્વરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો હતો. પૂરની પરિસ્થિતિ બાદ પરિસ્થિતિ જેમ તેમ થાળે પડ્યા બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે
નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પૂરના પાણી ઓસર્યા બાદ છેલ્લા 2 દિવસથી ભરૂચ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. પૂરના પાણી ઓસર્યા બાદ લોકો પોતાનું જનજીવન રાબેતા મુજબ કરી રહ્યા છે તેવામાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે લોકોમાં ભય જોવા મળી રહયો છે