Connect Gujarat
ભરૂચ

ભરૂચમાં બારે મેઘ ખાંગા:2.5 ઇંચ વરસાદથી જળબંબોળ,નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

X

ભરૂચમાં ભાદરવો ભરપૂર બનતા ગુરૂવારે માત્ર 50 મિનિટમાં જ 2 ઇંચ વરસાદ ખાબકી જતા જોતજોતામાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભરૂચ શહેરમાં ભારે વરસાદ વરસતા સેવાશ્રમ, શક્તિનાથ ગરનાળુ, પાંચબત્તી, કસક ગરનાળા, ધોળીકુઈ, દાંડિયાબજાર, ગાંધીબજાર, ફુરજા વિસ્તારમાં ધસમસતા પાણીનો પ્રચંડ પ્રવાહથી રહીશો, રાહદારીઓ, વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.શહેરના નીચાણવાળા વિસ્તારો સાથે સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોની હાલત દયનિય બની ગઈ હતી. દાંડિયા બજાર વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થતા બાળકો સહિત નવ લોકોનો આબાદ બચાવ થયો હતો. તો ફુરજા વિસ્તારમાં વરસાદી પાણીમાં બાઇક ગરકાવ થઈ હતી

આ તરફ શહેરના પાંચબત્તી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા યથાવત રહેતા નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા સ્થળ નિરિક્ષણ માટે દોડી આવ્યા હતા. નગર પાલિકા પ્રમુખે જાતે કબૂલ્યુ હતું અને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી

Next Story