ભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર યથાવત...

નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની અવરજવર, 15 દિવસ અગાઉ કેટલોક ભાગ ધસતાં બ્રિજ હતો બંધ,ગોકળ ગતિએ ચાલતા સમારકામથી સ્થાનિકોમાં રોષ

New Update
ભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર યથાવત...

ભરૂચ શહેરના નંદેલાવ ફ્લાયઓવર બ્રીજનો કેટલો હિસ્સો ધસી પડ્યા બાદ આ બ્રિજ જર્જરિત હોવા છતાં અહીથી ભારદારી વાહનો સતત પસાર થઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા નંદેલાવ ફ્લાયઓવર બ્રિજના સમારકામની ગોકળ ગતિએ ચાલતી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

ભરૂચ અને દહેજને જોડતો નંદેલાવ ફ્લાયઓવર બ્રિજનો કેટલોક હિસ્સો 15 દિવસ અગાઉ ધસી પડ્યો હતો. જેના કારણે ફ્લાયઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. પરંતુ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતાં, આ જર્જરિત બની ગયેલા બ્રિજની ગોકળ ગતિએ કામગીરી શરૂ કરી ભારે વાહનો જર્જરિત બ્રિજ ઉપરથી પસાર કરવામાં આવતા લોકો જોખમી મુસાફરી કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે, ત્યારે નંદેલાવ ફ્લાય ઓવરબ્રિજ જર્જરિત હોય અને ભારે વાહનોની અવરજવરના કારણે ફરી એકવાર ધસી પડે અને મોટી હોનારત સર્જાય તો તેનું જવાબદાર કોણ..? તેવા પ્રશ્નો લોકોના મનમાં ઉભા થયા છે.

Latest Stories