ભરૂચ : આમોદમાં રખડતાં શ્વાને બચકાં ભરતા 3થી વધુ બાળકો લોહીલુહાણ, લોકોમાં ભયનો માહોલ...

આમોદ પાલિકા દ્વારા રખડતાં શ્વાનોને પકડી લેવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો

New Update
ભરૂચ : આમોદમાં રખડતાં શ્વાને બચકાં ભરતા 3થી વધુ બાળકો લોહીલુહાણ, લોકોમાં ભયનો માહોલ...

આમોદના વાવડી ફળિયા વિસ્તારમાં રખડતાં શ્વાનનો આતંક

રખડતાં શ્વાનોએ બચકા ભરી 3થી 4 બાળકો થયા લોહીલુહાણ

રખડતાં શ્વાનોએ બાળકોને બચકાં ભરતા લોકોમાં ભય ફેલાયો

બનાવ અંગે સ્થાનિકોએ આમોદ નગરપાલિકાને જાણ કરી

પાલિકા દ્વારા રખડતાં શ્વાનોને પકડી લેવાતા લોકોમાં હાશકારો

ભરૂચ જિલ્લાના આમોદ નગરના વાવડી ફળિયા વિસ્તારમાં રખડતાં શ્વાનોએ 3થી 4 બાળકોને બચકા ભરી લેતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. તો બીજી તરફ, આમોદ પાલિકાએ રખડતાં શ્વાનોને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા વોર્ડ નં. 2માં વાવડી ફળિયા વિસ્તારમાં રખડતાં શ્વાનોએ બચકા ભરી લેતા 3થી 4 બાળકોને લોહીલુહાણ થયા હતા. આમોદ નગરમાં છેલ્લા અઠવાડિયાથી રખડતાં શ્વાનોએ આતંક મચાવ્યો છે. તો બીજી તરફ, આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

વાવડી ફળિયા વિસ્તારમાં રખડતાં શ્વાનોનો આંતક વધતા સ્થાનિક રહીશો દ્વારા આમોદ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી, ત્યારે આમોદ પાલિકા દ્વારા રખડતાં શ્વાનોને પકડી લેવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આમોદ પાલિકના સેનેટરી ઇન્સ્પેક્ટરે હિતેશ અસારીએ જણાવ્યું હતું કે, વાવડી ફળિયામાં રખડતાં શ્વાનોએ બાળકોને બચકા ભર્યા હતા જેથી આતંક મચાવનાર શ્વાનોને પકડી પાડવામાં આવ્યા છે.