Connect Gujarat
ભરૂચ

હવે, અંકલેશ્વરમાં રખડતાં ઢોરનો હુમલો પશુપાલકોને ખવડાવી શકે છે પોલીસ સ્ટેશન ધક્કા..!

રખડતા ઢોર દ્વારા રાહદારીઓ પર હુમલાને લઈ હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જ રાજ્યમાં રખડતા ઢોર સામે લાગતા વળગતા સ્થાનિક એજન્સીઓ દ્વારા પગલાં લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.

X

ગુજરાતના વિવિધ શહેરોમાં રખડતા ઢોર દ્વારા રાહદારીઓ પર હુમલાને લઈ હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જ રાજ્યમાં રખડતા ઢોર સામે લાગતા વળગતા સ્થાનિક એજન્સીઓ દ્વારા પગલાં લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જેથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ મથક ખાતે પીઆઈ બી.એન.સગરે માલધારી સમાજના લોકો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં પીઆઈએ પશુ માલિકોને જરૂરી સૂચનાઓ તેમજ કાયદા અંગેની જાણકારી આપી તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પશુઓ દ્વારા કોઈપણ પ્રકારના હુમલાની ઘટના બનશે અને કોઈપણ વ્યક્તિને ઇજાઓ થશે તો પોલીસ દ્વારા તેના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી. જોકે, GIDC વિસ્તારમાં સરદાર પાર્ક, ગટ્ટુ વિદ્યાલય ચોકડી, જલધારા ચોકડી, માનવ મંદિર, જોગર્સ પાર્કમાં અસંખ્ય રખડતા ઢોર જોવા મળી રહ્યા છે, ત્યારે તેના પશુપાલક ન હોય જેને ત્વરિત અસરથી ઓળખ કરી ઢોરવાળામાં રાખવા તાકીદ કરી હતી. ઉપરાંત આગામી દિવસોમાં અન્ય સહાયક સંસ્થાની મદદથી પશુ પકડવામાં માટેનું પણ આયોજન થઇ રહ્યું છે, ત્યારે આ વચ્ચે પશુઓના હુમલાને રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

Next Story