અંકલેશ્વરના ભરૂચીના સ્થિત જગન્નાથ મંદિરથી નીકળનાર રથયાત્રાના રૂટનું આજરોજ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સહિતના અધિકારીઓ નિરીક્ષણ કર્યું હતું.. આગામી 1લી જૂનના રોજ ભરૂચ જિલ્લામાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ત્યારે અંકલેશ્વરના ભરૃચી નાકા પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન શુભદ્રા નગર ચર્યાએ નીકળશે..
રથયાત્રાને લઇ આયોજકો તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે જયારે આ રથયાત્રાને પગલે પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે અને આજરોજ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે અંકલેશ્વર શહેરમાં યોજાનાર રથયાત્રાના સ્થળ અને રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગ દર્શન પોલીસ અધિકારીઓને આપ્યા હતા આ નિરીક્ષણમાં વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ અને પોલીસ અધિકારીઓ તેમજ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.