/connect-gujarat/media/post_banners/bac32938b772c41006960925e8341b642f7a450629ba772de2a6eaafa6ee04d7.webp)
ભરૂચ રેલ્વે સ્ટેશન પર અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી જતા એક ઈસમને આર.પી.એફ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચ રેલ્વે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન રેલ્વે સ્ટેશન ઉપર અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં એક ઇસમ બેગ લઇ જઈ રહ્યો હતો જેના ઉપર પોલીસને શંકા જતા તેને પોલીસે અટકાવ્યો હતો અને તેના પાસેથી વિદેશી દારૂનો ૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના પાંડેસરાની શિવ શંકર નગર સોસાયટીમાં રહેતો આકાશ દિલાકર સિંગને ઝડપી પાડ્યો હતો.