Connect Gujarat
ભરૂચ

ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર  રાવે ભરૂચથી પ્રમુખ સ્વામી નગર અમદાવાદ સુધી ૧૦ કલાક ૪૪ મીનીટ સાયકલિંગ કરી અનોખી સીધી મેળવી

ભરૂચ થી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી ૨૪૨ કીમી સાયકલિંગ કરી માત્ર ૧૦ કલાક ૪૪ મીનીટમાં પુર્ણ કરી વિશાળ પ્રમુખ સ્વામીનગરની લ્હાવો મેળવ્યો

ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર  રાવે ભરૂચથી પ્રમુખ સ્વામી નગર અમદાવાદ સુધી ૧૦ કલાક ૪૪ મીનીટ સાયકલિંગ કરી અનોખી સીધી મેળવી
X

ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર ‌એન. રાવેએ ભરૂચ થી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી ૨૪૨ કીમી સાયકલિંગ કરી માત્ર ૧૦ કલાક ૪૪ મીનીટમાં પુર્ણ કરી હતી. સાયકલિંગ દરમિયાન કરન માછીએ સપોર્ટ કર્યો હતો. સમગ્ર વિશ્વમા હરિભક્તો માટે આકર્ષણનુ કેન્દ્ર એવા પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે નવનિર્મિત વિશાળ પ્રમુખ સ્વામીનગરની લ્હાવો મેળવ્યો. સુંદરતા, આધ્યાત્મિકતા, કલાકૃતિનો અનેરો સંગમ એવા આ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લેવાનો એટલે ભારતના દરેક રંગનુ અનોખુ મિશ્રણ. યુવાઓ માટે પ્રેરણારૂપ આ ઉત્સવની મુલાકાત જ કોઈને પણ દિવ્યતાનો અનુભવ કરાવે છે.

પ્રમુખ સ્વામી મહારાજ જેમને સમગ્ર જીવન લોકોને "બીજાના સુખમા આપણુ સુખ" જેવી શીખ આપે છે અને અગણિત લોકોને ખોટા રસ્તે જતાં રોકી ચારિત્ર્ય દ્રઢ રાખવા પ્રેરિત કરે છે. "સર્જનાત્મકતા, નેતૃત્વતા અને સફળતા પાછળ આધ્યાત્મિકતા હોય છે" આ વાત પ્રમુખ સ્વામી મહારાજે સાચા અર્થમા સાબિત કરી સમગ્ર જીવન બીજા લોકો માટે જીવ્યા. 600 એકરની વિશાળ જમીનમાં બનાવવામાં આવેલ આ નગર જેમા 280 ખેડૂતો દ્વારા જમીન દાન અને હજારો સ્વયં સેવકોની અથાક મહેનત, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ વગર અશક્ય છે. આ નગરમા મહારાજના સંસ્કારની પ્રતિકૃતિ દેખાય છે. આખા નગરની મુલાકાત મનને પ્રફુલ્લિત કરી મૂકે છે.

Next Story