Connect Gujarat
ભરૂચ

“જાસૂસી કાંડ” : એક વર્ષથી ફરાર આરોપી SMCના હાથે દમણથી ઝડપાયો, ટ્રાન્સફર વોરંટથી ભરૂચ LCBએ ધરપકડ કરી

ભરૂચ જીલ્લામાં ચકચારી જાસુસી કાંડમાં ફરાર આરોપી ચકો ઉર્ફે પરેશ ચૌહાણની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દમણથી ધરપકડ કરી છે

X

ભરૂચ જીલ્લામાં ચકચારી જાસુસી કાંડમાં ફરાર આરોપી ચકો ઉર્ફે પરેશ ચૌહાણની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દમણથી ધરપકડ કરી છે, ત્યારે ભરૂચ LCB પોલીસે આઓપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ LCB પોલીસ વિભાગના 2 કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેઓની બાતમી ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણને પહોચડતા હતા. તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના 2,891 વખત લોકેશન શેર કર્યાં હતા. જેનો ભાંડો ફૂટતાં ભરૂચ શહેર બી’ ડિવિઝન પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ નોંધાય હતી. આ મામલે પોલીસે પ્રથમ બન્ને કોન્સ્ટેબલ તેમજ બાદમાં નયન બોબડાની પણ ધરપકડ કરી હતી. જોકે, પરેશ ઉર્ફે ચકો છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો. આ દરમિયાન SMCની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચકોને દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો. બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરૂદ્ધ રાજ્યભરમાં 27થી ગુન્હા નોંધાયેલા છે. જે પૈકીના 6 ગુન્હાઓમાં તે છેલ્લા 2 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો, ત્યારે ભરૂચ પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબજો મેળવી રિમાન્ડ મેળવવા સહિત વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Next Story