“રવિવાર” રજાની મજા બગડી..! : અંકલેશ્વર નજીક ફરી સર્જાયો ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે,

New Update
“રવિવાર” રજાની મજા બગડી..! : અંકલેશ્વર નજીક ફરી સર્જાયો ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, ત્યારે હવે ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વર નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં વડોદરાથી સુરત તરફ જતાં ટ્રેક પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, રવિવારની રજાની મજા માળવા નીકળેલા કેટલાક પરિવારના લોકોને પણ ભારે ટ્રાફિક જામના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વહેલી સવારથી જ ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ, પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસકર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરાય તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરી શકાય તેમ છે.

Latest Stories