સુરેન્દ્રનગર : દસાડા-પાટડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત..!

રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે.

New Update
સુરેન્દ્રનગર : દસાડા-પાટડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત..!

રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. જેમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કારને ટક્કર મારતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી હાઇવે પર રુસ્તમગઢ ગામના પાટીયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં સ્વિફટ કારને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, કારનો બુકડો બોલી ગયો હતો, અને કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સુત્રો દ્વારા મળતી વિગતો, મુજબ મૃતકો મોરબી તરફના હોવાની માહિતી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, અને મૃતદેહોને પોસ્ટમોર્ટન અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Latest Stories