/connect-gujarat/media/post_banners/eca9cdcecb72044f85f3524bf180e15ccdcfc171e934b7db5304d8aeed5df18b.webp)
અંકલેશ્વરના ૩ અલગ અલગ સ્થળોથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહીત ત્રણ બુટલેગરને ઝડપી પાડી હતી
અંકલેશ્વરમાં ૩ અલગ અલગ સ્થળોથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહીત ત્રણ બુટલેગર ઝડપાયાઅંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતી ટીનાબેન મના વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૭ નંગ બોટલ મળી કુલ ૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી મહીલા બુટલેગર ટીનાબેન વસાવાને ઝડપી પાડી હતી
જયારે આવી જ રીતે કોસમડી ગામના મોર ફળિયામાં બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા અને મહિલા બુટલેગર પૂનમબેન અજય વસાવાના ઘરેથી વિદેશી દારૂની ૧૮ નંગ બોટલ કબજે કરી મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.
તો શહેર એ ડીવીઝન પોલીસે અંકલેશ્વરના સુરવાડી ઓવર બ્રીજ નીચે મોપેડ નંબર-જી.જે.૧૬.ડી.એ.૩૨૧૪ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતો શામજી ફળિયામાં રહેતો બુટલેગર અનીલ ઉર્ફે અન્નો જયંતી વસાવાને વિદેશી દારૂની ૧૧ નંગ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો.