/connect-gujarat/media/post_banners/4bd31dd710034808eb9e851425346a378bd17b7c47d5478a8815635457f15bab.jpg)
પંજાબમાં આપ સરકાર બનતા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. રસ્તા ઢોલણ થાળી વગાડી માર્ગ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. આપણા જિલ્લા હોદ્દેદારો સહીત કાર્યકરો જોડાયા હતા.
તાજેતરમાં દેશ 5 રાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજરોજ પાંચે રાજ્યોની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સવારથી જ પાંચ રાજ્ય પૈકી પંજાબમાં આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમતી મળતા અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે આપ પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજ ,અંકલેશ્વર તાલુકા પ્રમુખ અંકુર પટેલ,જિલ્લા મહામંત્રી ભદ્રેશ પટેલ સહિત હોદેદારો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. તેમજ ઢોલ અને થાળી વગાડી રેલી સ્વરૂપે નીકળી ત્રણ રસ્તાથી નગરપાલિકા સુધી પહોંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો