Connect Gujarat
Featured

ભાવનગર: કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ચોરીના રવાડે, એટીએમ તોડવાનો પ્રયાસ કરતાં ઝડપાયા

ભાવનગર: કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ચોરીના રવાડે, એટીએમ તોડવાનો પ્રયાસ કરતાં ઝડપાયા
X

ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા એક કોમપ્લેક્ષમાં બેન્ક ઓફ ઇન્ડિયાનાં એટીએમને કેટલાક ચોર ઇસમોએ તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા રાધેકૃષ્ણ કોપ્લેક્ષમાં બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ કેબીનમાં પ્રવેશી સૌપ્રથમ કેબીનમાં લાગેલા સીસીટીવ કેમેરાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના મામલે ભરતનગર પોલીસ મથકના કાફલાએ દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ભરતભાઇ દેવચંદભાઇ માણેકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ કરી ૨૦૦૦ રૂપિયાનું નુકશાન પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ઘટનાના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓની પૂછતાછ દરમિયાન આરોપીઓ કોલેજમાં અભ્યાસ કરતાં હોવાનું સામે આવ્યું હતું. અગાઉ પણ આરોપીઓએ નિલમબાગ વિસ્તારમાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પોલીસે નમન શાહ, જીત વોરા અને તીર્થરાજસિંહ ગોહિલ નામનાં યુવકોને ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે.

Next Story