Connect Gujarat
Featured

ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે મુસાફરો માટે સુવિધાઓનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે  મુસાફરો માટે  સુવિધાઓનું ઉદ્ધાટન કરવામાં આવ્યું
X

સૌરાષ્ટ્રના મહત્વના ગણાતા ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે મુસાફરો માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેનો લોકાર્પણ સમારંભ સાંસદ ભારતીબેન શિયાળ સહિતના મહેમાનોની હાજરીમાં યોજાયો હતો.

રજવાડા વખતનું ભાવનગર રેલવે ટર્મિનસનું નવનિર્માણ કરવામાં આવ્યું જેમાં પુરુષો અને મહિલાઓ માટે એર કન્ડિશન્ડ વેઇટિંગ રૂમ અને ભાવનગર પરા સ્ટેશન પર પુરૂષો અને મહિલાઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રતીક્ષાલય , સ્ટેશન સંકુલનું બ્યુટિફિકેશન , સોનગઢ સ્ટેશનના પ્લેટફોર્મ નં . 2 ની પૂર્ણ ઉચાઇ , બોટાદ સ્ટેશન પ્લેટફોર્મનો સંપૂર્ણ લંબાઈના કવર શેડનો સમાવેશ થવા જાય છે.

આ ઉપરાંત વરતેજ, ખોડીયાર મંદિર, સણોસરા, ઉજલવાવ, અલમપર, નિંગાળા અને જાલિયા સ્ટેશનો પર દિવ્યાંગજનનો શૌચાલયની સુવિધા, તેમજ ભાવનગર ટર્મિનસ ખાતે ફ્રન્ટ એન્ટ્રી ડોર નો પુનર્વિકાસ કરવામાં આવ્યો જેમાં આવનારા મુસાફરો ને આકર્ષય તેવું ગાર્ડન સેલ્ફી પોઇન્ટ અને રમણીય સ્થળ જેવું નિર્માણ કરવામાં આવ્યું આ પ્રસંગે ભાવનગર સંસદ ભારતીબેન શિયાળ, ભાજપ ના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહેલ, પૂર્વ મેયર મનહરભાઈ મોરી, ડી.આર.એમ. પ્રતીકકુમાર ગૌસ્વામી, સિનિયર ડી.સી.એમ. માશુક એહમદ, તેમજ રેલવે સ્ટાફ અને ભાજપ કાર્યકરો હાજર રહયાં હતાં.

Next Story