Connect Gujarat
ગુજરાત

કલા-કૌશલ્યને ઉજાગર કરી વિશ્વનું સર્વ શ્રેષ્ઠ સર્જન કરનારા ભગવાન વિશ્વકર્માની આજે જન્મજયંતિ

કલા-કૌશલ્યને ઉજાગર કરી વિશ્વનું સર્વ શ્રેષ્ઠ સર્જન કરનારા ભગવાન વિશ્વકર્માની આજે જન્મજયંતિ
X

આજરોજ વાસ્તુદેવ તથા માતા અગિરસીના પુત્ર એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ છે, ભગવાન વિશ્વકર્માને આકાશી સ્થપતિ (આર્કિટેક્ટ) તરીકે પણ માનવામાં આવે છે, ત્યારે આજના પવિત્ર દિવસે કર્મનિષ્ઠ કારીગરો દ્વારા ભગવાન વિશ્વકર્માનું પૂજન અર્ચન તથા ઓજારોની શસ્ત્ર પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે લોકો એન્જીંનરિંગ, આર્કિટેક્ચર, ચિત્રકારી, વેલ્ડિંગ, કાષ્ટકામ, સુથારીકામ, માટીકામ સાથે સંકડાયેલા હોય છે તેઓ આજના પવિત્ર દિવસને ખૂબ ઉત્સાહથી ઉજવે છે. મોટા ભાગે આજનો સંપૂર્ણ દિવસ કર્મનિષ્ઠ કારીગરો ઓજારો થકી થતાં કાર્યને વિરામ આપી ભગવાન વિશ્વકર્માને સમર્પિત કરે છે.

ભગવાન વિશ્વકર્માએ દેવો તથા દાનવોના ભવનોનું નિર્માણ કર્યું હતું. જેમાં યમપુરી, ઇન્દ્રપુરી, કુબેરપુરી, વરૂણપુરી, શિવમંડલપુરી, પાંડવપુરી, સુદામાપુરી તથા સોનાની લંકાનું નિર્માણ કર્યું હોવાની લોકોમાં માન્યતા રહેલી છે, ત્યારે કલા અને કૌશલ્યને ઉજાગર કરાવતા ભગવાન વિશ્વકર્માને સર્વ શ્રેષ્ઠ સર્જન કરનારા દેવ પણ માનવમાં આવે છે. વિશ્વકર્મા જયંતિ કસબીઓ અને કારીગરોની સમગ્ર વિશ્વમાં સૌથી નોંધપાત્ર અને શુભ દિવસ મનાય છે. ભગવાન વિશ્વકર્માને વાસ્તુકલાના આચાર્ય પણ માનવામાં આવે છે. તેમણે ઉડીસામાં આવેલી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓનું પણ નિર્માણ કર્યું હોવાની લોકોમાં માન્યતાઓ છે.

Next Story