Connect Gujarat
Featured

ભાજપના મૂરતિયા જાહેર : BJPએ 6 મનપાના ઉમેદવારો કર્યાં જાહેર, જુઓ તમામ ઉમેદવારોની સંપૂર્ણ યાદી

ભાજપના મૂરતિયા જાહેર : BJPએ 6 મનપાના ઉમેદવારો કર્યાં જાહેર, જુઓ તમામ ઉમેદવારોની સંપૂર્ણ યાદી
X

ભાજપ સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ સાંજ સુધીમાં 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા હતા જેમાં સૌ પ્રથમ રાજકોટના 18 વોર્ડ માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે. આ 72 ઉમેદવારોમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનો પણ સમાવેશ થાય છે. રાજકોટના ઉમેદવારો જાહેર કર્યા બાદ જામનગર, ભાવનગર અને વડોદરા, સુરત અને અમદાવાદ મનપાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે ભાજપે 144 વોર્ડના 576માંથી 575 ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે સુરતમાં વિવાદ થવાને કારણે વોર્ડ નંબર 11માં એક ઉમેદવારની જાહેરાત બાકી છે.

જૈનિક વકીલને અમદાવાદ પાલડી વોર્ડ માટે ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર જૈનિક વકીલ હાલમાં સ્કૂલ ફિ નિયમન સમિતિ અમદાવાદ ઝોન અને એફઆરસી ટેકનિકલ કમિટીના સભ્ય છે.

તો જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 15 અને 6ની પેટાચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કર્યાં છે. વોર્ડ નંબર 6માંથી અરવિંદ ગાંડુભાઈ રામાણીને જ્યારે વોર્ડ નંબર 15માંથી નાગજી ડાહ્યાભાઈ કટારાને ટિકિટ આપી છે.

રાજકોટ મહાનગરપાલિકા માટે ગત ટર્મના 38માંથી 28 કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે. માત્ર 10 કોર્પોરેટરને જ ટિકિટ આપવામાં આવી છે. જેને પગલે ભાજપમાં અસંતોષ જોવા મળે છે. જો કે યુવા મોરચા સાથે સંકળાયેલા હોદ્દેદારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં નેહલ શુક્લા અને પ્રદીપ ડવનો સમાવેશ થાય છે.

5 ફેબ્રુઆરીએ ભાજપ કાર્યાલય પરથી ઉમેદવારો પોતાના ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા જશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે, સંગઠનમાં જે પણ પદાધિકારીએ ટિકિટ માગી છે તેને ટિકિટ મળશે તો રાજીનામું આપવું પડશે અને તે જગ્યા તાત્કાલિક ભરી દેવામાં આવશે. ટિકિટ અંગે ઉમેદવારોને ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે. તેમજ ઉમેદવારો આવતીકાલે વિજય મુહૂર્તમાં એટલે કે 12 કલાકને 39 મિનિટે ફોર્મ ભરશે.

સુરત મનપાના ઉમેદવારોની યાદી

વડોદરા મનપાના ઉમેદવારોની યાદી

રાજકોટ મનપાના ઉમેદવારોની યાદી

જામનગર મનપાના ઉમેદવારોની યાદી

ભાવનગર મનપાના ઉમેદવારોની યાદી

અમદાવાદ મનપાના ઉમેદવારોની યાદી

Next Story