ભાજપના કેબીનેટ કક્ષાના મંત્રી જવાહર ચાવડાએ મીડિયા વિશે કરી અસભ્ય ટિપ્પણી

New Update
ભાજપના કેબીનેટ કક્ષાના મંત્રી જવાહર ચાવડાએ મીડિયા વિશે કરી અસભ્ય ટિપ્પણી

જૂનાગઢમાં માણાવાદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ થોડા દિવસ પહેલા જ રાજીનામું આપીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. જે પછી તરત જ જવાહર ચાવડાને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી જવાહર ચાવડાનો વાણી વિલાસ સામે આવતા આખા મીડિયામાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે માણાવદર ખાતે આહીર સમાજના સંમેલનમાં તેમણે મીડિયા માટે અસભ્ય વાણીનો ઉપયોગ કર્યો છે.

જવાહર ચાવડાએ સંમેલનમાં વાણી વિલાસ કરતાં કહ્યું હતું કે, 'પત્રકારોમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે હું કોંગ્રેસમાંથી ભાજપમાં શું કામ ગયો? હજી મને પ્રશ્ન પૂછે છે કે તમને શું વાંધો હતો? તો વાંધો મને તારા .... કાંઇ હતો જ નહીં.'

આ અંગે તેમણે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે, ' મીડિયા માટે બોલવાનો મારો કોઇ ખરાબ ઇરાદો ન હતો પરંતુ હું તળપદી ભાષામાં બોલ્યો છું. મારા 19 મિનિટનાં ભાષણમાં તમને આટલું જ સંભળાવ્યું. પ્રેસ પોઝિટીવ કેમ નથી બનતી.

જવાહર ચાવડાનાં વાણી વિલાસ અંગે કોંગ્રેસનાં મનિષ દોશીએ જણાવ્યું કે, 'જવાહરભાઈ ચાવડાને પહેલાથી જ ભાજપનું ફાઇવ સ્ટાર કલ્ચર ગમતું હતું. ભાજપનાં મંત્રીઓ અહંકારમાં આવી જાય છે પરંતુ જવાહરભાઇ કંઇક જલ્દી જ અહંકારમાં આવી ગયા. મારૂં માનવું છે કે ભારતીય જનતા પાર્ટી માટે આ કંઇ નવું નથી. ભાજપનાં મંત્રીઓનો અવારનવાર આવો બફાટ આપણે જોયો જ છે.'

Latest Stories