/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Amit-Shah-l-express-photo.jpg)
કાશ્મીર મુદ્દે ભાજપ પ્રમુખ અમિત શાહે રાજ્યના મંત્રીમંડળના નેતાઓની બેઠક બોલાવી હતી
ભાજપે આખરે જમ્મુ કાશ્મીરની સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચતાં ભાજપ અને પીડીપી વચ્ચે તડાં પડ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે દિલ્હીમાં રાજ્યના મોટા પાર્ટી નેતાઓ સાથે તાત્કાલિક ધોરણે બેઠક કરી હતી. બેઠક બાદ ભાજપે કાશ્મિર સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લીધો હતો. આજે સાંજે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી પોતાના પદ પરથી રાજીનામું આપશે.
આ પહેલાં જમ્મુ કાશ્મીરના મુદ્દે ભાજપા અધ્યક્ષ અમિત શાહે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં હાજર રહેવા અમિત શાહે જમ્મુ કાશ્મીર સરકારમાં સામેલ પાર્ટીના તમામ મંત્રીઓ અને કેટલાંક શીર્ષ નેતાઓને દિલ્હી બોલાવ્યાં હતા તો આ બેઠક પહેલાં અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. ગઠબંધન પાછું ખેંચવાના નિર્ણયની જાહેરાત બાદ ભાજપનાં નેતા રામ માધવે કહ્યું કે, અમે ગૃહ મંત્રાલય, જમ્મુ કાશ્મીર સરકારના ત્રણ વર્ષના કામકાજ, તમામ એજન્સીઓની સલાહ લઈને આ નિર્ણય કર્યો છે. જે બાદ એવું નક્કી થયું કે બીજેપી પોતાનું સમર્થન પાછું ખેંચે છે.