Connect Gujarat
Featured

સાવ નવરા હોય તો પરિવાર સાથે બેસજો, ગોળકેરી જોવા જતા નહિ

સાવ નવરા હોય તો પરિવાર સાથે બેસજો, ગોળકેરી જોવા જતા નહિ
X

વિરાજ શાહ દિગ્દર્શક ગોળકેરીના છે. શાહ એટલે વાણિયા ક્યાં તો જૈન. ભાઈ ગોળકેરી

એટલે શું ? આપને કોઈએ ચખાડી જ નહિ.

અમે તો દોડયા, મલ્ટીપ્લેક્ષમાં. ફિલ્મ છુટ્યા

બાદ કોઈએ પૂછયું ? 'ગોળકેરી' તો ક્યાંય

આવી જ નહિ. કોઈએ કહ્યું, "કોમેડી ફિલ્મ છે એમ સમજીને અમે

તો આવેલા પણ નિરાશ થયા.

સચિન બેડેકર અને વંદના પાઠકનો અભિનય ખરેખર લાજવાબ.

મલ્હાર ઠાકરે ભરપૂર નિરાશ કર્યા. ભાઈ આમ ઘુટણ સુધીનું પેન્ટ અને શર્ટ પહેરીને

તો આખીય ફિલ્મ કરાય.

માનસી પારેખ જેને ગમે છે, તેનો અભિનય ગમે છે તે જોવા જાય

તો ચાલે.

ધર્મેશ વ્યાસ વેવાઈના રોલને ન્યાય આપે. પાર્થિવ ગોહિલ અને મીકા સિંઘ શું કહેવા

માંગે છે એ સમજાતું નથી.

'બ્રેક અપ', ગર્લફ્રેન્ડ, વર્તમાન

યુવક-યુવતીઓનો પ્રેમ, જીવનમાં ભણતર અગત્ય કે ગણતર.

આઈ.આઈ.એમ. અમદાવાદથી ડિગ્રી મેળવ્યા બાદ વ્યકિત નક્કી ન કરી શકે મારે શું કરવું છે? એ તો બિઝનેશ

મેનેજમેન્ટ શીખવા સામે પ્રશ્ન ખડા કરે છે.

મા-બાપે સંતાન કોલેજમાં આવે એટલે તેને પ્રશ્ન પૂછવાનું બંધ કરવું ? ક્યાં જાય છે

? તારી સાથે કોણ છે ? આખી રાત કોની

સાથે હતો/હતી. આ પ્રશ્નોત્તરી લંબાવવી હોય

તેટલી લાંબી થાય પણ સરવાળે સંતાન મા-બાપ સાથે વાત જ કરવાનું બંધ કરે, તેને કચકચ

લાગે, જૂનવાણી, ગામડાની

દિમાગસરણીવાળા મા-બાપ લાગે.

સંતાને પસંદ કરેલ ગર્લફ્રેન્ડ, જે વહુ બને

મા-બાપની પૂર્ણ સંમતિથી. પછી શરૂઆતના એક-બે વર્ષમાં જ બ્રેકઅપની વાત મા-બાપ ન જ

સ્વીકારે.

કદાચ ફિલ્મ જોવા જાવ તો બધા જ પાત્રોના હુલામણા નામ દરેકના માથે પહેરેલી કેપ

વાંચજો. એટલી વાર હસવું આવે તો આવે. સાઈડવાળુ સ્કુટર 'ગોળકેરી'ની જાન છે.

દર્શકો કેટલા ઇંધણ પૂરે એ સ્કુટરમાં. ફિલ્મ જોવાનો, ગુજરાતી

ફિલ્મ જોવાનો આનંદ મળે. ના, ભાઈ, 'ગોળકેરી' ન તો મીઠી છે

ન તો ખાટી. ફિલ્મનો અંત એકાએક આવી જાય એવું તો કાંઈ હોય !

ફિલ્મનું શિર્ષક 'ગોળકેરી' ભારે

છેતરામણુ નીકળ્યું.

Next Story