Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: અંબાજી જતા સંઘને કાર ચાલકે લીધા અડફેટે,7 પદયાત્રીઓના મોત

માલપુર નજીકથી અંબાજી જતાં પદયાત્રીઓના સંઘને કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યાં હતા

X

અરવલ્લીના માલપુર નજીકથી અંબાજી જતાં પદયાત્રીઓના સંઘને કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યાં હતા

અરવલ્લીમાં પદયાત્રીઓને ગંભીર અકસ્માત નડ્યો છે. માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 7 પદયાત્રીઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 9 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે. કાલોલનો સંઘ ભાદરવી પૂનમે અંબાજી દર્શને નીકળ્યો હતો.

રસ્તામાં થોડીવાર માટે થાક ખાવા કેટલાક પદયાત્રીઓ રોડની સાઈડમાં બેઠા હતા તો કેટલાક અંબાજી જવા આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક એક ઈનોવા કાર પૂરપાટ સ્પીડે આવી અને એક ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ, ત્યાર બાદ થાક ખાવા બેઠેલા પદયાત્રીઓને એક પછી એક કચડ્યા. આ ભયંકર દુર્ઘટનામાં અત્યારે 7નાં મોત થયાં છે તેમજ 9 લોકો ઈજાગ્રસ્ત છે. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાય આપશે.

Next Story