Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : માંગરોળના દરિયા કિનારેથી 35થી વધુ ચરસના પેકેટ મળ્યા, દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીની કામગીરી પર સવાલ !

SOG પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ કરી માંગરોળના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી લાખો રૂપિયાના ચરસનો જથ્થો જપ્ત કર્યો છે.

X

જુનાગઢ SOG પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ કરી માંગરોળના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી લાખો રૂપિયાના ચરસનો જથ્થો જપ્ત કર્યો છે.

ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના હેતુથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી ઘુસાડવાના પ્રયાસને જુનાગઢ SOG પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીના માર્ગદર્શન હેઠળ ગત મોડી સાંજે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે બાતમીના આધારે જુનાગઢ SOG પોલીસની ટીમે માંગરોળના નવી બંદર વિસ્તારમાં બનતી નવી જેટી નજીકથી અર્ધ સળગેલી હાલતમાં 2 પેકેટ અને અન્ય 4 ચાર પેકેટ મળી કુલ 6 કિલો બિનવારસી ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, ચરસનો જથ્થો મળી આવતા દરિયાઈ સુરક્ષા કરતી એજન્સી સહિત મરીન પોલીસને પણ સતર્ક કરવામાં આવી છે. સાથે જ જુનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી માંગરોળ, ચોરવાડ અને શીલ સહિતના દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે આજે વહેલી સવારે પોલીસને વધુ 32 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. જોકે, આ પદાર્થ ચરસ જ છે કે, પછી અન્ય કોઈ વસ્તુ તે મામલે જુનાગઢ પોલીસે FSLની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Next Story