બોડેલી ટ્રક એસો. દ્વારા ૧૨ જેટલી ઓવરલોડેડ ટ્રકોને બે કરોડથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

New Update
બોડેલી ટ્રક એસો. દ્વારા ૧૨ જેટલી ઓવરલોડેડ ટ્રકોને બે કરોડથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

ઓવરલોડેડ ઝડપી પાડેલ ૧૨ ટ્રકોની તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપાઈ

છોટાઉદેપુરમાં ઓવરલોડેડ રેતી ભરેલ ૧૨ ટ્રકોને બોડેલી ટ્રક એસોસિએશને ઝડપી પાડતા ગેરકાયદેસર રીતે ઓવરલોડ રેતીનું ખનન કરી રહેલા રેતી માફિયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ટ્રક એસોસિએશન દ્વારા ઝડપી પાડેલી ટ્રકોમાં અંદાજે બે કરોડથી વધુનો મુદ્દામાલ હોવાનું ધ્યાને આવ્યું છે. બોડેલી ટ્રક એસોસિએસન દ્વારા ઝડપાયેલી ટ્રકોની આગળની તપાસ માટે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું હોવાનું બોડેલી ટ્રક એસોસિએશનના ધ્યાને આવ્યું હતું. જેના પગલે છેલ્લા ૮ દિવસથી બોડેલી ટ્રક એસોસિએશને ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરીને રસ્તા પરથી પસાર થતી ૧૨ જેટલી ટ્રકોને ઝડપી પાડી હતી.

ટ્રક એસો.દ્વારા ઝડપી પાડેલી ૧૨ જેટલી ટ્રકોમાં અંદાજે બે કરોડથી વધુનો મુદ્દામાલ હોવાનું ધ્યાને આવ્યું હતું તેમજ ઓવરલોડ રેતી ભરેલી ટ્રકોની આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી છે. બોડેલી ટ્રક એસિસએશને ઓવરલોડેડ ૧૨ જેટલી ટ્રકોને ઝડપી પાડતા પંથકમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતાં રેતી માફિયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Latest Stories