Connect Gujarat
Featured

કોરોના : બ્રિટનના મહારાણીએ દેશવાસીઓને કહ્યુ- હમ હોંગે કામયાબ

કોરોના : બ્રિટનના મહારાણીએ દેશવાસીઓને કહ્યુ- હમ હોંગે કામયાબ
X

બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 5000 કેસ સામે આવ્યા છે. જ્યારે વિશ્વમાં મોતનો આંકડો 69,000ને પણ પાર કરી ચૂક્યો છે. આ વચ્ચે બ્રિટનની મહારાણી એલિઝાબેથ-દ્વિતિયએ રાષ્ટ્રને સંબોધન કર્યુ હતુ. તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે, આ વાઇરસથી જીતવાનું આશ્વાસન લોકોને આપ્યુ છે.

આ તકે સંબોધન કરતા કહ્યું કે, સ્વ-અનુશાસન અને સંકલ્પથી લોકો આ વાઇરસ સામે જીતશે અને દેશમાં ફરી સારા દિવસો આવશે.

ઉલ્લેખનિય છે કે, બ્રિટનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5000થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે વિશ્વમાં મોતનો આંકડો 70000ને પાર પહોંચ્યો છે.

વધુમાં જણાવતા એલિઝાબેથે કહ્યું કે, 54 સભ્યોવાળા રાષ્ટ્રમંડળ દેશના પ્રમુખે કહ્યું કે તે ઉથલ પુથલના સમયે દુનિયામાં દુ:ખ, પીડા અને આર્થિક મુશ્કેલીને સમજી શકે છે.

વધુમાં કહ્યું હતુ કે, મને આશા છે કે આવનારા દિવસોમાં લોકો એ વાત પર ગર્વ કરશે કે તેઓએ આ પડકારને પસાર કર્યો છે.

Next Story