Connect Gujarat
ગુજરાત

જાપાન મદદ કરશે અને બુલેટ ટ્રેન દોડતી રહેશેઃ મંત્રી મનસુખ માંડવીયા

જાપાન મદદ કરશે અને બુલેટ ટ્રેન દોડતી રહેશેઃ મંત્રી મનસુખ માંડવીયા
X

રાજકોટની ગોંડલ ચોકડીએ ડિસેમ્બરથી ઓવર બ્રિજનું કામ શરૂ થશે તેવી જાહેરાત પણ કરી

આજરોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ આવી પહોંચ્યાં હતા. રાજકોટ આવેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જાપાને બુલેટ ટ્રેનને લઈ ફંડીંગ અટકવાના સમાચારને લઈને નિવેદન આપ્યું આપતા જણાવ્યું હતું કે , બુલેટ ટ્રેન મામલે મને મિડિયા મારફત મળી માહિતી છે. ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેની જમીનનું વળતર મળે તે માટે સરકાર પ્રયત્ન કરશે. સાથે જ જાપાન મદદ કરશે અને બુલેટ ટ્રેન દોડતી રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો..

[gallery td_select_gallery_slide="slide" size="large" td_gallery_title_input="Bullet train project" ids="66673,66674,66675"]

રાજકોટનું ઓટોમોબાઈલ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે જેને હજુ આગળ વધારવા આજ રોજ ખાસ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.. રાજકોટ ના એન્જીનીયરીંગ હોલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ બેઠક યોજી હતી જેમાં રેલ્વે એન્જીનીયરીંગ , ડિફેન્સ અને શિપિંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.. શિપિંગ માટે હાલમાં જે વિદેશમાંથી પાર્ટ્સ ઈમ્પોર્ટ કરવામા આવે છે તેના બદલે અહીંથી પાર્ટ્સ બનાવી શકાય તે માટે વિચારણા કરી ઉદ્યોગપતિ સાથે ચર્ચા કરી હતી. સાથે જ રાજકોટ ગોંડલ રોડ પર નેશનલ હાઇવેના પ્રોજેકટ અંતર્ગત બનાવવામાં આવનાર બ્રિજ ની કામગીરી આગામી ડિસેમ્બર માસ સુધીમા શરૂ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 1200 મિટરના ઓવરબ્રિજ નો સીધો ફાયદો શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને થતો જોવા મળશે..

Next Story