Connect Gujarat
બિઝનેસ

રૂપિયા 1.55 ના આ શેરથી રોકાણકારો થયા માલામાલ; એક વર્ષમાં જ એક લાખની મૂડીને 20.53 લાખમાં ફેરવી

રૂપિયા 1.55 ના આ શેરથી રોકાણકારો થયા માલામાલ; એક વર્ષમાં જ એક લાખની મૂડીને 20.53 લાખમાં ફેરવી
X

શેરબજારના શાનદાર પ્રદર્શનને કારણે રોકાણકારો શેર બજારમાં વધુ રસ દાખવી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારોને સ્મોલ કેપ અને મિડ કેપ શેરમાં ઓછા સમયમાં યોગ્ય રિટર્ન મળી રહ્યું છે.

એક એવા સ્ટોકની જાણકારી આપવામાં આવી છે, જેમાં માત્ર 12 મહિનામાં રોકાણકારના 1 લાખ રૂપિયા 20.53 લાખમાં પરિવર્તિત થઈ ગયા છે. અહીં માઈક્રોકેપ શેર આદિનાથ ટેક્સટાઈલ્સ લિમિટેડની વાત કરવામાં આવી રહી છે. આદિનાથના ટેક્સટાઈલ્સના સ્ટોકમાં રોકાણકારોને 1,953% રિટર્ન મળ્યું છે.

Adinath Textilesની શેર પ્રાઈસ 25 ઓગસ્ટ 2020ના રોજ રૂ. 1.55 હતી. 25 ઓગસ્ટ 2021ના રોજ BSE પર આ શેરની કિંમત રૂ. 31.83 થઈ ગઈ છે. 12 મહિના પહેલા આદિનાથ ટેક્સટાઈલ્સ સ્ટોકમાં રોકાણ કરેલ એક લાખની રકમ હવે 20.53 લાખ થઈ ગઈ છે. આ દરમિયાન સેન્સેક્સ પર આ સ્ટોક 44.38 ટકા ઉપર પહોંચી ગયો છે.

25 ઓગસ્ટના રોજ આદિનાથ ટેક્સટાઈલ્સનો શેર રૂ. 31.83ના સ્તર પર પહોંચી ગયો હતો. એની પહેલા આ શેરની કિંમત રૂ. 30.32 હતી, તેની સરખામણીએ આ શેરની કિંમતમાં 4.98% વધારો થયો છે. 26 ઓગસ્ટના રોજ BSE પર આ શેરની કિંમતમાં 5%નો વધારો થતા તેની કિંમત 33.42 થઈ ગઈ છે. છેલ્લા 21 દિવસમાં આ શેરમાં 176.54%ની તેજી જોવા મળી છે. આ શેર આજે 4.98%ના વધારા સાથે ખુલ્યો છે. આદિનાથ ટેક્સટાઈલ્સનો શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી અધિક છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં આ સ્ટોકમાં 1,761% તેજી જોવા મળી છે.

જૂન ક્વાર્ટરમાં આ કંપનીનો નફો રૂ. 0.23 કરોડ રહ્યો હતો. આ નફામાં ગત વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 0.05 કરોડના ચોખ્ખા નફાની સરખામણીએ 360% વધારો થયો છે. તેમ છતાં, રોકાણકારોએ ફર્મના સ્ટોક પર વિચાર કરતા સમયે સતર્ક રહેવું જોઈએ, જેમાં ગત વર્ષે અત્યાર સુધી વેચાણ થયું નથી. માર્ચ 2021ના રોજ સમાપ્ત થયેલ નાણાંકીય વર્ષમાં ફર્મના ચોક્ખા નફામાં 557.14% વધારો થતા, ચોખ્ખો નફો રૂ. 0.32 કરોડ થયો છે. જે ગત નાણાંકીય વર્ષે રૂ. 0.07 કરોડ હતો.

Next Story