Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં મોટો કડાકો, 1300 પોઇન્ટ ઘડામ

સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં આજે મોટો કડાડો બોલી ગયો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1300 પોઇન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે.

શેરબજારમાં મોટો કડાકો, 1300 પોઇન્ટ ઘડામ
X

સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં આજે મોટો કડાડો બોલી ગયો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1300 પોઇન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસ બી આઈ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

બજાજ ફિનસર્વ 4.26 ટકા ઘટી 11728.80 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 3.74 ટકા ઘટી 693.15 પર કારોબાર કરી રહ્યો છે. સિપ્લા 1.34 ટકા વધીને 979.80 પર કારોબાર કરી રહ્યો છે.રબજારો શુક્રવારે ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 1017 અંક ઘટી 54303 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 276 અંક ઘટી 16201 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, રિલાયન્સ, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 3.96 ટકા ઘટીને 1792.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઇનાન્સ 3.90 ટકા ઘટી 5667.85 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સ, ડો.રેડ્ડી લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, ટાઈટન કંપની સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. એશિયન પેઈન્ટ્સ 0.78 ટકા વધી 2708.75 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.62 ટકા વધીને 4353.00 પર બંધ રહ્યો હતો.

Next Story