GST કલેક્શનનો મોટો રેકોર્ડ, દેશમાં જુલાઈ માસમાં રૂ.1.49 લાખ કરોડની આવક
દેશના ટેક્સ માળખામાં કરવામાં આવેલ અને સૌથી મોટા રીફોર્મ સાથે લાગુ થયેલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને 5 વર્ષ થયા છે.

દેશના ટેક્સ માળખામાં કરવામાં આવેલ અને સૌથી મોટા રીફોર્મ સાથે લાગુ થયેલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને 5 વર્ષ થયા છે. જીએસટીની પાંચમી વર્ષગાંઠ 1લી જુલાઈ, 2022 ના રોજ ઉજવવામાં આવી હતી અને હવે આજે આવેલા જુલાઈ માસના જીએસટી કલેક્શન આંકડા પણ રેકોર્ડ કર્યો છે
જુલાઈ માટે દેશમાં GST કલેક્શન સતત પાંચમા મહિને રૂ. 1.4 લાખ કરોડથી વધુ રહ્યું છે. જુલાઈ 2022 ના મહિના માં GST ની કુલ આવક રૂ. 1,48,995 કરોડ રહી હતી. આ આંકડો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ નું ઈતિહાસનું બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન છે સરકાર દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા ડેટા મુજબ જુલાઈની આવકનો આંકડો ગયા વર્ષના સમાન મહિનાની રૂ. 1,16,393 કરોડની આવક કરતાં 28% વધુ છે.જીએસટીના કુલ કલેક્શનમાં CGST રૂ. 25,751 કરોડ, SGST રૂ. 32,807 કરોડ, IGST રૂ. 79,518 કરોડ છે અને સેસ આયાત પર એકત્ર કરેલા રૂ. 995 કરોડ સહિત કુલ રૂ. 10,920 કરોડ છે.આ મહિના દરમિયાન માલની આયાત માંથી આવક 48% વધી હતી અને સર્વિસ ના ઈમ્પોર્ટની સાથે સ્થાનિક આવક ગયા વર્ષના સમાન મહિના કરતા 22% વધુ છે.નાણા મંત્રાલયે જુલાઈ માસના આંકડા રજૂ કરતી વખતે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે "સતત પાંચમા મહિને GST આવક રૂ. 1.4 લાખ કરોડ કરતાં વધુ રહી છે. ગત વર્ષના સમાન સમયગાળા ની સરખામણીએ 2022 ના જુલાઈ મહિના સુધીની GST આવકમાં 35% વૃદ્ધિ નોંધાઈ છે
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
વડોદરા:પત્નીએ પતિની ઇલેક્ટ્રીક વાયરથી કરંટ આપી કરી હત્યા, શંકાશીલ...
9 Aug 2022 11:38 AM GMTકચ્છ : તહેવારો દરમ્યાન પશુઓને લાડુ ખવડાવવાની અનોખી પરંપરા, તેરા તુજકો...
9 Aug 2022 11:21 AM GMTભરૂચ: વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયા વિવિધ...
9 Aug 2022 11:15 AM GMTભરૂચ: વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનું વાલિયા ખાતે આયોજન,...
9 Aug 2022 11:10 AM GMTસુરત: મહાનગર પાલિકાના કર્મચારી પાસે રૂ.10 હજારની લાંચ માંગનાર કલાર્કની...
9 Aug 2022 11:03 AM GMT