Connect Gujarat
બિઝનેસ

સરકાર હવે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો! વાંચો ક્રૂડ ઓઇલ કેટલું થયું સસ્તું

સરકાર હવે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો! વાંચો ક્રૂડ ઓઇલ કેટલું થયું સસ્તું
X

દેશમાં સતત 31 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં કોઈ ફેરફાર નથી થયો. મંગળવાર એટલે કે 17 ઓગસ્ટ, 2021એ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલના ભાવને સ્થિર રાખવામાં આવ્યા છે. રિટેલ ફ્યુલના ભાવ દેશમાં હાલ પોતાના રેકોર્ડ હાઈ પર ચાલી રહ્યા છે. કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટની ચિંતાના કારણે તેલની માંગમાં કોઈ સુધાર નથી. જેના કારણે બજારમાં સતત કડાકો જોવા મળી રહ્યો છે.

સોમવારે ક્રૂડ ઓઈની કિંમતોમાં ભારે ઘટાડો થયો હતો. ફોરવર્ડ ટ્રેડિંગમાં કાચા તેલની કિંમત 95 રૂપિયા ઘટાડા સાથે 4,986 રૂપિયા સુધી પ્રતિ બેરલ થઈ ગઈ છે. વૈશ્વિક સ્તર પર, ન્યૂયોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ ક્રૂડ ઓઈના ભાવ 1.86 ટકા લોની સાથે 67.17 ડોલર પ્રતિ બેરલ રહ્યું હતું. વૈશ્વિક માનક જોઈએ તો બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.62 ટકા ઘટીને 69.45 ડોલર પ્રતિ બેરલ રહી હયા છે.

સોમવારે કેન્દ્રીય વિત્તમંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની સંભાવનાઓ પર કહ્યું છે કે સરકાર ઈંધણ પર ઉત્પાદન શુલ્ક ઓછો કરવાની સ્થિતિમાં હોત જો તેમના પર યૂપીએના સમયના ઓઈલ બોન્ડ્સ માટેની ચુકવણી કરવાનો બોજો ન હોત. પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતોને ઓછી કરવા માટે તેમના પર ઉત્પાદન શુલ્કમાં કાપથી ઈનકાર કરતા તેમણે કહ્યું કે પૂર્વમાં ઈંધણ પર આપવામાં આવતી ભારે સબ્સિડીના અવેજમાં કરવામાં આવી રહેલી ચુકવણીથી તેમના હાથ બંધાયેલા છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોને સાથે બેસીને પેટ્રોલિયમની ઉંચી કિંમતોના મુદ્દાના સમાધાન માટે રસ્તો તપાસ કરવાની જરૂર છે.

Next Story