/connect-gujarat/media/media_files/wV4Xx42DvkP0FPHTud6b.jpg)
વૈશ્વિક બજારોમાં તેજી અને વર્ષના અંતે મજબૂત ખરીદીને કારણે આજે ભારતીય બુલિયન બજારમાં ચાંદીએ ઇતિહાસ રચ્યો. શુક્રવારે દિલ્હીમાં ચાંદીના ભાવ રૂ. 9,350 વધીને રૂ. 2,36,350 ની નવી સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા.
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, પાછલા ટ્રેડિંગ સેશન (બુધવાર) માં ચાંદી રૂ. 2,27,000 પર બંધ થઈ હતી. છેલ્લા ચાર સેશનમાં જ 19 ડિસેમ્બરથી ચાંદી રૂ. 32,250 (15.8%) વધી છે. બજારના નિષ્ણાતો કહે છે કે આ વર્ષ ચાંદીના રોકાણકારો માટે જેકપોટ રહ્યું છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ ચાંદી રૂ. 89,700 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી અને આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 146,650 (163.5%) વધી છે.
સોનું પણ ચમકુ
ચાંદીની સાથે સોનું પણ ચમકે છે. સ્થાનિક બજારમાં, 99.9% શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ1500 વધીને રૂ 142,300 પ્રતિ 10 ગ્રામના નવા વિક્રમી સ્તરે પહોંચ્યો. પાછલા સત્રમાં તે રૂ 140,800 પર બંધ થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં લગભગ 80% વળતર મળ્યું છે.