Connect Gujarat
બિઝનેસ

ભારતનો GDP ગ્રોથ 9 ટકા રહેવાનો અંદાજ, IMF નો રિપોર્ટ

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) વર્ષ 2022 માટે વિશ્વના મોટા અર્થતંત્ર- અમેરિકા અને ચીનના જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડ્યા છે

ભારતનો GDP ગ્રોથ 9 ટકા રહેવાનો અંદાજ, IMF નો રિપોર્ટ
X

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) વર્ષ 2022 માટે વિશ્વના મોટા અર્થતંત્ર- અમેરિકા અને ચીનના જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડ્યા છે જ્યારે ભારતનો ગ્રોથ અંદાજ વધારીને 9% કર્યો છે, જે ગત ઓક્ટોબરમાં 8.5% આંકવામાં આવ્યો હતો.આઇએમએફનો એવો પણ અંદાજ છે કે 2023 માં પણ ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરશે. આઇએમએફ દ્વારા જારી વર્ષના પ્રથમ વર્લ્ડ ઇકોનોમી આઉટલુક રિપોર્ટ થી આ વિગતો સામે આવી છે. આઇએમએફે 2023માં ભારતમાં ગ્રોથ રેટ 7.1% રહેવાનો અંદાજ આપ્યો છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ભારતમાં નાણાકીય ક્ષેત્રના અનુમાનથી સારા દેખાવને કારણે ક્રેડિટ ગ્રોથમાં સુધારાની આશા છે, જેના ફળ સ્વરૂપે રોકાણ અને ખર્ચમાં વૃદ્ધિ થશે.આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું કે સપ્લાય ચેન માં સમસ્યા અને ઇંધણના ઊંચા ભાવને કારણે મોંઘવારીનો આ દૌર ઓક્ટોબરમાં અપાયેલા અંદાજથી લાંબો ચાલશે. આઈએમએફ નું માનવું છે કે ભારતમાં આર્થિક રોકાણ કરવાની સૌથી વધુ તક છે અને તેથી વિશ્વની મોટી અને મલ્ટીનેશનલ કંપનીઓ ભારત બાજુ વળી રહી છે

Next Story
Share it