-
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી
-
જંબુસર નગરમાં પતંગ-દોરીના અસંખ્ય સ્ટોલ લાગ્યા
-
પતંગ-દોરીમાં 5થી 10 ટકાનો ભાવ વધારો નોંધાયો
-
રંગબેરંગી પતંગો અને દોરીઓની ખરીદીમાં ઘટાડો
-
ઘરાકી ઓછી નીકળતા વેપારીઓ અસમંજસમાં મુકાયા
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો બીજી તરફ પતંગ-દોરીના ભાવમાં પણ વધારો નોંધાયો છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના બજારોમાં ઘરાકી ઓછી નીકળતા વેપારીઓ અસમંજસમાં મુકાયા છે.
ઉત્તરાયણના પર્વને હવે 2 દિવસ બાકી છે, ત્યારે ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરના બજાર પતંગો માટેનું મોટું હબ માનવમાં આવે છે, જ્યાં ભરૂચ, સુરત, વડોદરાથી લોકો પતંગ ખરીદવા માટે આવે છે. ઉત્તરાયણ પર્વને અનુલક્ષી ભરૂચ, જંબુસર અને અંકલેશ્વરના પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનના પતંગો, ખંભાતી પતંગ સહિત વિવિધ ડિઝાઇનની ફુદીયા, ચીલી, કચકડો અને ઢાલ જેવા પતંગોની માંગ વર્તાઇ રહી છે. વિવિધ કાગળો અને વાંસની કામળી જેવા કાચા માલમાંથી મરાઠા ડબગર દેવીપૂજક સમાજના લોકો પતંગ બનાવી પોત પોતાનું જીવનનિર્વાહ ચલાવે છે.
જોકે, ચાલુ વર્ષે કાગળ કામડીના ભાવમાં વધારો નોંધાતા પતંગ બજારમાં પતંગોના ભાવ આસમાને પહોચ્યા છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે. છતાં ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે. પતંગ-રસિકો માટે ઉતરાયણનો તહેવાર આનંદ અને પ્રમોદ પીરસી જીંદગીમાં ખુશીઓનો ભંડાર ભરવાનો હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જંબુસરની પતંગો ગુજરાતભરમાં પ્રખ્યાત છે, ત્યારે છેલ્લા દિવસોમાં જંબુસરના બજારોમાં પતંગ-દોરીની ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આશ લગાવી રહ્યાં છે.