Connect Gujarat
બિઝનેસ

LPG સિલિન્ડરની બુકિંગ પર બમ્પર ઓફર! મળશે 2700 રૂપિયા સુધીનો ફાયદો અને બીજા પણ ઘણા લાભ

LPG સિલિન્ડરની બુકિંગ પર બમ્પર ઓફર! મળશે 2700 રૂપિયા સુધીનો ફાયદો અને બીજા પણ ઘણા લાભ
X

રાંઘણ ગેસની વધતી કિંમતોની વચ્ચે ખુશ ખબર આવી છે. તમને LPG સિલિન્ડર સસ્તામાં મળી શકે છે. તે હેઠળ તમને બીજા પણ ઘણા ફાયદા મળી રહ્યા છે. તેના માટે તમારે વધારે કંઈ નહીં પરંતુ Paytm દ્વારા ગેસની બુકિંગ કરવાની રહેશે. તો આવો જાણીએ કે તમને કઈ કઈ ઓફર મળી રહી છે અને તે ઓફર્સનો ફાયદો કઈ રીતે ઉઠાવી શકો છો.

આ ખાસ ઓફર હેઠળ જો તમે રસોઈ ગેસ સિલિન્ડરની બુકિંગ Paytm દ્વારા કરો છો તો તમને 2,700 રૂપિયાનો સીધો ફાયદો છો. હકીકતે Paytmએ LPG સિલિન્ડરની બુકિંગ પર કેશબેક અને ઘણા બીજા ઈનામોનું એલાન કર્યું છે. Paytmએ 3 Pay 2700 Cashback Offer નામની એક સ્કીમ શરૂ કરી છે. નવા યુઝર્સ આ ઓફરનો ફાયદો મળી શકશો.

જેમાં તમને સતત ત્રણ મહિનાની પહેલી બુકિંગ પર 900 રૂપિયા સુધીની સુનિશ્ચિત કેશબેક મળશે. આ ઓફરમાં નિયમ અને શરતો પણ છે. હકીકતે આ કેશબેક પહેલી વખત LPG સિલિન્ડર બુક કરનાર ગ્રાહકોને નહીં મળે. દર મહિને ત્રણ ગેસ સિલિન્ડર બુક કરવા પર પહેલા બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ કેશબેક ત્રણ મહિના સુધીનું મળશે. આ કેશબેક 10 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધીનું રહે છે.

આ '3 Pay 2700 Cashback Offer' દ્વારા 3 પ્રમુખ એલપીજી કંપનીઓ-ઈન્ડિયન એચપી ગેસ અને ભારતીય ગેસના સિલિન્ડરની બુકિંગ પર લાગુ છે. ગ્રાહકોની પાસે 'પેટીએમ પોસ્ટપેડ'ના નામથી ફેમસ 'Paytm Now Pay Later' પ્રોગ્રામમાં રજીસ્ટર કરવા સિલિન્ડર બુકિંગનું પેમેન્ટ આવતા મહિને કરવાનો મોકો હશે.

Next Story