Connect Gujarat
બિઝનેસ

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો સિલસિલો યથાવત, પેટ્રોલમાં 80 પૈસા જ્યારે ડીઝલમાં 82 પૈસાનો ભાવ વધારો

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો સિલસિલો યથાવત રહ્યો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 80 પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 82 પૈસાનો ભાવ વધારો થયો છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો સિલસિલો યથાવત, પેટ્રોલમાં 80 પૈસા જ્યારે ડીઝલમાં 82 પૈસાનો ભાવ વધારો
X

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો સિલસિલો યથાવત રહ્યો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 80 પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 82 પૈસાનો ભાવ વધારો થયો છે. 11 દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે આઠ રૂપિયાને ચાર પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે આઠ રૂપિયાને 17 પૈસાનો વધારો થયો છે. રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના નવા ભાવ વધારા પર નજર કરીએ તો અમદાવાદમાં સાદા પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.07 રૂપિયા પર પહોંચી છે.. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.35 રૂપિયા પર પહોંચી છે.

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.74 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.02 રૂપિયા પર પહોંચી છે. રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.83 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.13 રૂપિયા પર પહોંચી છે. ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.28 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.56 રૂપિયા પર પહોંચી છે. સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.95 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.25 રૂપિયા પર પહોંચી છે.

ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) ના લેટેસ્ટ અપડેટ મુજબ મુંબઈમાં પેટ્રોલ 118 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે, ત્યાં હવે ડીઝલ પણ 102 રૂપિયા પ્રતિ લીટરથી વધુ વેચાઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત હવે 103.41 પર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલ 95 રૂપિયા પ્રતિ લિટરની નજીક છે. નોંધનીય છે કે સ્થાનિક વેરાના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. દેશના ચાર મહાનગરોની સરખામણી કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે.

Next Story