રતન ટાટાએ દુનિયાને અલવિદા કહી ઘર ઘરમાં પામ્યા અમરત્વ

વિશ્વમાં ઉદ્યોગક્ષેત્રે પોતાના નામની સફળ સુવાસ પ્રસરાવનાર રતન ટાટાના દુઃખદ નિધનથી ભારે શોકનો માહોલ છવાયો છે,રતન ટાટાના યોગદાન અને ઉદાર કાર્યો માટે આજે અને સદીઓ સુધી લોકોના દિલોમાં તેઓ રાજ કરતા રહેશે.

New Update

રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયા કહ્યું અલવિદા 

ભારત દેશે બહુમૂલ્ય રતન ગુમાવ્યું 

મીઠું થી જહાજ સુધીના ઉદ્યોગોમાં આપ્યું પોતાનું યોગદાન 

ઉદાર કાર્યો અને દુરદર્શિતા માટે સમગ્ર વિશ્વમાં હતા પ્રખ્યાત 

રતન ટાટાની ચીર વિદાય પરંતુ ઘર ઘરમાં રહેશે અમર 

વિશ્વમાં ઉદ્યોગક્ષેત્રે પોતાના નામની સફળ સુવાસ પ્રસરાવનાર રતન ટાટાના દુઃખદ નિધનથી ભારે શોકનો માહોલ છવાયો છે,રતન ટાટાના યોગદાન અને ઉદાર કાર્યો માટે આજે અને સદીઓ સુધી લોકોના દિલોમાં તેઓ રાજ કરતા રહેશે.

રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેતા જ ભારતે  બહુમૂલ્ય 'રતન'ગુમાવી દીધું છે.તેઓએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જીવન દરેક વ્યક્તિ માટે મોટા ઉદાહરણ સમાન છે.રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. રતન ટાટાએ દુનિયાને અલવિદા કહી દીધું છે પરંતુ તેઓ હંમેશા દેશવાસીઓના દિલમાં રાજ કરતા રહેશે.તેઓ મોટા ઉદ્યોગપતિ તો હતા જ પરંતુ ઉદ્યોગની સાથે-સાથે તેમણે દેશ પ્રત્યે પોતાની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવી છે. 

રતન ટાટાએ પોતાના જીવનમાં ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે જે આજ સુધી કોઈ નથી કરી શક્યું.આ ઉપરાંત જ્યારે પણ દેશ પર કુદરતી આફત કે કોઈ મુસીબત આવી ત્યારે દેશની મદદ કરવા માટે તેઓ સૌથી આગળ રહેતા હતા.આવા દિગ્ગજ ઉદ્યોગપતિની વિદાય એ ભારત માટે મોટી ખોટ છે‌‌. મીઠું થી લઈને મોટા જહાજ સુધીનું નિર્માણ ટાટા ગૃપ દ્વારા કરવામાં આવે છે.રતન ટાટાને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રતન ટાટા માટે કામ પૂજા સમાન હતું. તેમના મતે કામ ત્યારે જ સારું થાય છે જ્યારે તમે તેનું સન્માન કરો છો. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ હંમેશા શાંત અને નમ્ર રહેતા હતા. તે કંપનીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી અને સન્માનથી મળતા હતાતેમની જરૂરિયાતોને સમજતા હતા અને દરેક શક્ય રીતે મદદ કરતા હતા. 

#CGNews #died #tribute #Tata Group #Business man #Ratan Tata #pay homage
Here are a few more articles:
Read the Next Article