Connect Gujarat
બિઝનેસ

દિવાળી પૂર્વે સોના ચાંદીના ભાવમાં વધારો,વાંચો આજનો ભાવ

બુધવારે સોના-ચાંદીની કિંમતોમાં ભારે વધારો થયો

દિવાળી પૂર્વે સોના ચાંદીના ભાવમાં વધારો,વાંચો આજનો ભાવ
X

આજે બુધવારે સોના-ચાંદીની કિંમતોમાં ભારે વધારો થયોછે.MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 93 રુપિયા એટલે કે 0.20 ટકા વધ્યો છે. આ વધારા બાદ આજે ગોલ્ડ 47, 355 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. ત્યારે ચાંદી સામાન્ય વધારાની સાથે 64, 432 રુપિયા ટ્રેડ કરી રહી છે. એક્સપર્ટ અનુસાર દિવાળીથી લઈને ડિસેમ્બર સુધી સોનાનો ભાવ 57 હજાર રુપિયાથી લઈને 60 હજાર સુધી જઈ શકે છે. જ્યાં સુધી ચાંદીની વાત છે તો તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ટ્રેડર્સનું માનવું છે કે દિવાળી અથવા વર્ષના અંત સુધી ચાંદીની કિંમતો 76,000 થી 82,000 રુપિયા પ્રતિ કિલો સુધી આવી શકે છે. ગુડ રિટર્ન્સ વેબસાઈટ અનુસાર બુધવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું કાલથી કારોબારી ભાવથી 560 રુપિયાના ઘટાડા સાથે 47, 510 રુપિયા પર વેચાઈ રહ્યું છે. ત્યારે ચાંદી કાલે કારોબારીના ભાવથી 600 રુપિયાની વૃદ્ધિ સાથે 64, 200 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી. નવી દિલ્હી અને મુંબઈમાં 10 ગ્રામ 22 કેરેટ સોના 46, 450 રુપિયા અને 46, 510 રુપિયા પર વેચાઈ રહ્યું છે. વેબસાઈટના જણાવ્યાનુસાર ચેન્નાઈમાં પીળી ધાતુ 44, 650 રુપિયા પર વેચાઈ રહ્યું છે.નવી દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 50 670 રુપિયા છે. ચેન્નાઈમાં આ 48 , 710 રુપિયા પર કારોબાર કરી રહ્યું છે. મુંબઈમાં રેટ 47, 510 રુપિયા છે. જ્યારે કોલકત્તામાં આ 49, 550 રુપિયા છે.

Next Story