Connect Gujarat
બિઝનેસ

સેન્સેક્સ 511 અંક ઘટ્યો, જાણો નિફ્ટી કેટલા પોઈન્ટ ગગડ્યો

સેન્સેક્સ પર ટાઈટન કંપની, ડો.રેડ્ડી લેબ્સ, એચયુએલ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સ 511 અંક ઘટ્યો, જાણો નિફ્ટી કેટલા પોઈન્ટ ગગડ્યો
X

ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 511 અંક ઘટી 55164 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 149 અંક ઘટી 16420 પર કારોબાર કરી રહ્યો છે.આમ ફરીવાર શેરબજાર ખુલતાની સાથે ઘટાડો જોવા મળ્યો છે...

સેન્સેક્સ પર ટાઈટન કંપની, ડો.રેડ્ડી લેબ્સ, એચયુએલ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાઈટન કંપની 3.83 ટકા ઘટીને 2115.00 પર કારોબાર કરી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 2.43 ટકા ઘટી 4204.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એનટીપીસી, રિલાયન્સ, પાવર ગ્રીડ કોર્પ, કોલ ઈન્ડિયા, હિન્ડાલ્કો સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓએનજીસી 1.92 ટકા વધીને 156.90 પર કારોબાર કરી રહ્યો છે. કોલ ઈન્ડિયા 1.69 ટકા વધીને 198.15 પર કારોબાર કરી રહ્યો છે.

છેલ્લા કેટલાય સમયથી શેરબજાર માં વાટાઘાટ જોવા મળી રહી છે અનેક કંપનીઓના શેરમાં ધોવાણ થયું છે નિષ્ણાંતોના મતે આ સપ્તાહે બજારમાં વોલેટિલિટી નું વર્ચસ્વ રહેશે. બજારની ચાલ આ અઠવાડિયે રિઝર્વ બેંક ની મિટિંગ, ક્રૂડ ઓઈલની કિંમત, યુએસ થી આવતા ડેટા અને ભૌગોલિક રાજકીય સ્થિતિ પર નિર્ભર રહેશે..

Next Story