/connect-gujarat/media/media_files/2025/05/03/8HDO8AUBtefMKNTP0M6D.jpg)
ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યભર મેઘરાજા જમાવટ કરે તેવો અનુમાન છે. આજની વાત કરીએ તો અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.
ભારે વરસાદની શક્યતાને જોતો હવામાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. આ બંને જિલ્લામાં વરસાદની તીવ્રતાની શકયતાને જોતા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા સુરત તાપી ડાંગમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. અહી હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત દીવ, આણંદ, ભરુચમાં ભારે વરસાદની શકયતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વરસાદની આગાહી દરમિયાન છેલ્લા 2 કલાકમાં રાજ્યના 51 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભિલોડા તાલુકામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ભિલોડામાં નદી-નાળામાં પાણીની આવક થઇ છે. ઈન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીરની આવક થઇ છે. ભારે વરસાદથી છોટાઉદેપુરમાં પાવીજેતપુર પાસેના વસવા કોતરમાં નવા નીરની આવક થઇ છે.