New Update
/connect-gujarat/media/media_files/2025/07/06/mixcollage-06-jul-2025-09-15-am-784-2025-07-06-09-16-29.jpg)
ભરૂચમાં મહોરમ તહેવારને લઈને એસઓજીની ટીમે તાજીયા રુટ વિસ્તારમાં ધાબા ચેકિંગ તેમજ મકાન ભાડુઆત ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરના વિવિધ જાહેરનામાં બહાર પાડવામાં આવતા હોય છે.
જે અનુસંધાને અસમાજિક તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાન રાખીને અસામાજિક પ્રવુત્તિને અંજામ આપવામાં આવે છે. જેને અંકુશમાં લાવવા માટે અને તાજીયા રુટ વિસ્તારમાં ધાબા ચેકિંગની કામગીરી ભરૂચ એસઓજી ટીમે હાથ ધરી હતી. જેમાં કેટલાક ઇસમોને મકાન-દુકાન ભાડે આપી તેનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહિ કરતા માલિકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં માલિકોએ મકાન-દુકાન માલિકોએ ભાડા કરાર નોંધણી ન કરાવવા વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગના કુલ 20 ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.