Connect Gujarat
બિઝનેસ

બિગ બજારનું નામ બદલાશે, રિલાયન્સે હાથમાં લીધો ફ્યુચર ગ્રૂપનો કારોબાર

બિગ બજારનું નામ બદલાશે, રિલાયન્સે હાથમાં લીધો ફ્યુચર ગ્રૂપનો કારોબાર
X

શોપિંગ માટે જો તમે બિગ બજાર આઉટલેટમાં જુઓ છો, તો તમને ખાસ બદલાવ જોવા મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર, આવનાર દિવસોમાં બિગ બજાર આઉટલેટનાં નામ બદલાઈ જશે. ફ્યુચર ગ્રુપનાં રિટેલ કારોબારને હવે રિલાયંસ રિટેલે લઇ લીધો છે. કંપની ફ્યુચર ગ્રુપના બિગ બજાર આઉટલેટની જગ્યાએ પોતાનો નવો રિટેલ સ્ટોર બ્રાંડ સ્માર્ટ બજાર શરુ કરવા જઈ રહી છે. રિલાયંસ ઈંડસ્ટ્રીની રિટેલ એકમો લગભગ 950 પ્રોપર્ટીમાં પોતાના ખુદનાં સ્ટોર્સ ખોલવા પર કામ કરી રહ્યા છે.

રિપોર્ટ આનુસાર, રિલાયંસ રિટેલની આ જગ્યાઓ પર ઓછામાં ઓછા 100 સ્ટોર્સ ખોલવાની યોજના છે, જેમાં અમુક સ્માર્ટ બાઝાર સ્ટોર્સ પણ સામેલ છે. જોકે, અત્યાર સુધી આ મામલામાં ન તો રિલાયંસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે તથા ન તો ફ્યુચર ગ્રુપ દ્વારા કંઈ કહેવાયું છે. હાલમાં જ ભારતની રિટેલ બજારોમાં પોતાનો દબદબો કાયમ કરવાનાં હેતુથી રિલાયંસ ઈંડસ્ટ્રીઝનાં રિટેલે ફ્યુચર રિટેલને નોટિસ મોકલી છે. આ તે 950 સ્ટોરના પેટા લીઝ સમાપ્ત કરવા માટે છે , જે તેમણે પહેલા જ અધિકારમાં લઇ લીધા હતા.

Next Story