Connect Gujarat
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં તેજી ,ભાવ 57 હજારે પહોંચ્યો

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 3 મહિનામાં ભારે ઉછાળો આવ્યો છે. સોના ભાવમાં છેલ્લા 3 મહિનામાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

સોના-ચાંદીના ભાવમાં તેજી ,ભાવ 57 હજારે પહોંચ્યો
X

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 3 મહિનામાં ભારે ઉછાળો આવ્યો છે. સોના ભાવમાં છેલ્લા 3 મહિનામાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી રોકાણકારો પણ મુંઝવણમાં મુકાયા છે.છેલ્લા 6 મહિનામાં સોનાની કિંમતમાં 4-5 હજારનો ઉછાળો આવ્યો છે.દેશમાં સોનાનો ભાવ 57 હજારને પાર પહોંચ્યો હતો.પણ આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 56,880એ પહોંચ્યો છે.જ્યારે ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 67,260 રૂપિયાએ પહોંચ્યા છે. સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોનાનો ભાવ સ્થિર જોવા મળી રહ્યો છે.જ્યારે ચાંદીના ભાવ પણ સ્થિર જોવા મળી રહ્યાં છે.

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર સ્થાનિક ધોરણે પણ જોવા મળી રહી છે. સોનાનો ભાવ ઉંચી કિંમત પર પહોંચી ગયો છે. આજે સોનાનુ માર્કેટ ખુલતાની સાથે જ સોનાનો ભાવ સ્થિર જોવા મળ્યો છે. ત્યારે અત્યારે સોનાનો ભાવ 56,880 રૂપિયા પર પહોંચી ગયો છે.વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ ચાંદીના ભાવ સ્થિર જોવા મળ્યા હતાં. તેથી અત્યારે ચાંદીનો ભાવ 67,260 રૂપિયા પર પહોંચી ગયો છે.આમ સોના અને ચાંદીનું માર્કેટ અત્યારે ગરમ જોવા મળી રહ્યું છે. યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે

Next Story